143+ best Dosti Gujarati Shayari | Shayari in Gujarati

0

પોતાની લાગણી વ્યક્ત કરવા માટે શાયરી એ સૌથી શ્રેષ્ઠ માધ્યમ છે. શાયરી દ્વારા તમે પોતાની લાગણી, ભાવના અને વિચાર ને વ્યક્ત કરી શકો છો. માટે અહીંયા તમને ગુજરાતી શાયરી લખેલી (gujarati shayari text) આપેલ છે. જેની મદદથી તમે ટૂંકમાં તમારી ભાવના બીજા વ્યક્તિ ને જણાવી શકો છો. જો તમને શાયરી પસંદ હશે તો તમે અમારા શાયરી સંગ્રહ માંથી વીણી વીણી ને થાકી જશો. કારણકે અહીંયા તમને સૌથી સારી અને બેસ્ટ શાયરી જ પરોસવામાં આવી છે.

તમે આ શાયરી તમારા મિત્રો, સબંધી, પ્રેમી, પ્રેમિકા અને પરિચિત ને મોકલી શકો છો. આ શાયરી તમે સરળતાથી copy કરી શકો છો. આ શાયરી ને તમે whatsapp, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને text મેસેજ માં મોકલી શકો છો. તમામ શાયરી રાશિકો ને આ શાયરી ખૂબજ પસંદ આવશે. તમે જે શાયરી શોધવા આવ્યા છો તે નીચે આપેલ છે. માત્ર વાર છે તો એક સારી શાયરી શોધી, કોપી કરી અને મોકલવાની. નીચે તમને table of content આપેલ છે. તેમાંથી તમે તમારી શાયરી શોધી શકો છો.

ગુજરાતી શાયરી

કોઈ આપણી લાગણીની કીમત ઓછી આંકે તૂ મૂંઝાવું નહીં, કેમ કે ભંગારના વેપારીને સોનાની પરખ નથી હોતી !! 🌹🌹

શબ્દ શણગારી પણ દે, અને સળગાવી પણ દે !! 😊

સુખ એટલે નહીં માંગેલી કે નહીં ધારેલી, છતાં ખુબ જ ઝંખેલી એવી કોઈ કીમતી પળ !! 🌸🌻

ગુસ્સો એટલે, બીજાની ભૂલની સજા પોતાની જાતને આપવી !! 🌷🌻

જે વ્યક્તિ આત્મવિશ્વાસ ગુમાવી બેસે છે, તેને પછી કશું ગુમાવવાનું રહેતું નથી !! 🥀🌼🌸

સતત મળતી અસફળતાઓ થી ક્યારેય નિરાશ ન થવું, ક્ય્રારેક જુડાની છેલ્લી ચાવી પણ તાળું ખોલી નાખે છે !! 🥀🌸🌷

કોઈ પણ ડરનો ઈલાજ તે ડરનો સામનો કરવો એ જ છે, અને સામનો કર્યા પછી ડરની હાર અને આપણી જીત નક્કી જ છે !! 🥀🌸🌷

પ્રેમ કરવાનું તમારા હાથમાં રાખો, વેર લેવાનું કુદરત પર છોડી ડો !! 🌼🌸🌻

આવતીકાલે આપણી પાસે વધુ સમય હશે, એ આપણા જીવનનો સૌથી મોટો ભ્રમ છે !! 🥀🌸🌷

બધું છીનવાઈ જાય તો પણ ચિંતા નહીં કરવાની, બુદ્ધિ અને અનુભવ કોઈની તાકાત નથી કે છીનવી શકે !! 🌸🥀🌻

કોઈને ખરાબ ચીતરવા નહીં, એમાં કલર તો આપણો જ વપરાય છે !! 🌷🥀🌸

ભગવાનને બધા માને છે, પરંતુ ભગવાનનું કોઈ નથી માનતા !! 🥀🌻

જો તમે સર્જનહારને ઈશ્વર માનો છો, તો સાહેબ, સ્ત્રી પણ જન્મ આપે છે !! 🌼🌷🌸

દુનિયા તમને એ સમય સુધી ક્યારેય હરાવી નથી શકતી, જ્યાં સુધી તમે ખુદ તમારાથી હારી ના જાઓ !! 🥀🌷🌻

જે ઘરમાં માં-બાપ હસતા રહે છે, એ ઘરમાં ભગવાન વસતા રહે છે !! 🌷🌸

સ્વપ્ન ત્યારે જ સાકાર થઇ શકે, જ્યારે તમને તમારી જાત પર સૌથી વધારે વિશ્વાસ હોય !! 🌷🌼🥀

પડછાયાને અભિમાન હતું તડકાને રોકી રાખવાનું, પણ અંધારું થયું તો પોતે જ ખોવાઈ ગયો !! 🌼🌻🌸

પોતાને સારા બનાવી લો સાહેબ, દુનિયામાંથી એક ખરાબ માણસ ઓછો થઇ જશે !! 🌻🌷🥀

હૃદયથી નમવું જરૂરી છે સાહેબ, ખાલી માથું નમાવવાથી ભગવાન નથી મળતા !! 🌷🌻🌸

શોધશો તો જ રસ્તો મળશે, બાકી મંજીલને ટેવ નથી સામે ચાલીને આવવાની !! 🌻🥀🌷

ગુજરાતી શાયરી લખેલી – gujarati shayari text

પુરુષ ભૂલી જશે પણ માફ નહીં કરે, સ્ત્રી માફ કરી દેશે પણ ભૂલશે નહીં !! 🌼🥀🌸

ઘડિયાળના કાંટાની જેમ ભાગતું જીવન જીવશો, તો સાચી ખુશીનો અનુભવ ક્યારેય નહીં થાય !! 🌻🥀🌷

દુઃખ જ્યારે તેની ચરણ સીમા પર હોય, ત્યારે સમજી લેવું કે સુખ હવે નજીકમાં જ છે !! 🌼🌸🥀

મન બધા પાસે હોય પણ મનોબળ બહુ થોડા પાસે, બ્લડગ્રૂપ ઘણાનું પોજીટીવ હોય પણ વિચાર નેગેટીવ હોય છે !! 🌸🌷🌼

નિરંતર પ્રયાસ કદાચ જીત ના બની શકે, પણ એ હાર તો ના જ ગણાય !! 🌻🌷🥀

મનગમતું બોલવા માટે, અણગમતું સંભાળવાની તાકાત પણ હોવી જોઈએ !! 😊🌸🌷

કોઈને જીવતા જ જરૂર પડે તો ખભે સહારો આપી દેજો, કોઈ શાસ્ત્રમાં નથી લખ્યું કે આ કામ મરણ પછી જ થાય !! 😊🌷😊

બધું પામ્યા પછી પણ, વિનમ્ર રહે એ જ સાચો માણસ !! 🌻🌷😊

કામ કરવાવાળાની કદર કરો, કાન ભરવાવાળાની નહીં !! 🌸😊🌸

શોધશો તો જ રસ્તો મળશે, બાકી મંજીલને ટેવ નથી સામે ચાલીને આવવાની !! 😊🌸🌷

તારી યાદ છે કે રસ-પૂરી નું ઘેન, ચડ્યા પછી ઉતરવાનું નામ જ નથી. !! 😂😂

શું હાલત થઈ ગઈ છે તારા ગયા પછી, ભૂખ પણ નથી લાગતી ખાઈ લીધા પછી !! 😂😅

લોકોને નામતો કરવું છે, પણ કામ ક્યાં કોઈએ કરવું છે !! 😂😅

અમારી ખામી અને ખુબી ની વાત અમને જ કરજો, કૈમ કે ગામમાં અમારી બીજી કોઇ શાખા નથી !! 😅😂

વા થી માત્ર શરીરનુ એક અંગ પકડાય છે, પરંતુ પરણ-વા થી માણસ આખો પકડાઈ જાય છે !! 😛😜

આપણા ભાઈ કે બહેન જોડે એક ગ્લાસ પાણી શું માંગી લો, બે મહિનાની ભૂલો ગણાવી દેશે પણ પાણી નહીં આપે !! 😜😂

બધી ખુશીઓ એક તરફ અને પરીક્ષામાં, વાંચ્યા વગર પાસ થવાની ખુશી એક તરફ !! 😂😂

મેં એક છોકરીને કીધું કે મને પ્રેમથી માર, સાલી મગજ વગરની ચંપલે ને ચંપલે મારવા લાગી !! 😂😜

જેમના મોઢા સારા ના હોય, એ વરસમાં એકવાર જ DP બદલે છે !!😜

ખુશીની વાત તો એ છે કે, મારા દોસ્ત પણ મારી જેમ નવરા બેઠા છે !! 😂😂

Romantic Gujarati Shayari

હદના દાયરામાં રહેતા શીખી ગયા એ, જ્યારથી અમને બેહદ ચાહતા શીખી ગયા એ !! 💕❤️

ક્યાંક પ્રેમ એવો પણ હોય છે મિત્રો, હાથમાં હાથ નથી હોતા ને આત્માથી આત્મા બંધાયેલો હોય છે !! 👩‍❤️‍💋‍👨💕

મફતમાં પ્રેમ નથી મળતો અહીંયા, એક દિલ આપવું પડે છે એક દિલ મેળવવા માટે !! ❤️💕😘

પ્રેમ એટલે જ્યાં પણ જઉં ત્યાં, પળે પળે અનુભવાતી તારી કમી !!🌹

કેવી મજાની એ સોનેરી સાંજ હતી, જ્યારે એણે કહ્યું મારી તો પહેલે થી જ હા હતી !! 😇💕❤️

હું તને એમ નહીં પૂછું કે તારી આંખોમાં આંસુ કેમ છે ? માત્ર એટલું જ કહીશ આવ મારી બાજુમાં બેસ !! 😘👩‍❤️‍💋‍👨

હું તને એમ નહીં પૂછું કે તારી આંખોમાં આંસુ કેમ છે ? માત્ર એટલું જ કહીશ આવ મારી બાજુમાં બેસ !! 😘👩‍❤️‍💋‍👨

પ્રેમ વગર વિશ્વાસ કરી શકાય, પરંતુ વિશ્વાસ વગર પ્રેમ ના કરી શકાય !! 💙😇

પ્રેમ તો હજી પણ છે, બસ ખાલી કહેવાનું છોડી દીધું !!💙💕😇

ચાલને આજ ફરી એક પ્રયાસ કરીએ, સામ સામે બેસી ફકત આંખોથી વાત કરીએ !! 😉🥰

પ્રેમ તો માત્ર એક સાથે થાય, બીજા સાથે તો ખાલી જવાબદારી પૂરી થાય !! 🌹💕

સાચા પ્રેમમાં શબ્દોની નહીં, પણ એક સાચી સમજણ અને વિશ્વાસની જરૂરીયાત હોય છે !!🌹🌹

પ્રેમની જરૂરીયાત તો બધાને હોય છે, પણ પ્રેમની કદર માત્ર કોઈક ને જ હોય છે !! 👩‍❤️‍💋‍👨💕

પ્રેમની જરૂરીયાત તો બધાને હોય છે, પણ પ્રેમની કદર માત્ર કોઈક ને જ હોય છે !! 👩‍❤️‍💋‍👨💕

પ્રેમ કરવાની પરવાનગી ના હોય સાહેબ, દિલ પર કબજો તો આંખથી થઇ જાય !!🌹 💐😘

અર્થ નથી સમજતો હું પ્રેમનો, એટલે જ આશિક થયો છું હું એમનો !!🌹 💕

પ્રેમનો શોખ અહીંયા કોને હતો, બસ તમે નજીક આવતા ગયા અને પ્રેમ થતો ગયો !! 🌻💐💕

છે ઈશ્ક તો કબૂલી લે આમ આંખો ચાર ના કર, સ્વીકારી લે ખુલ્લા દિલથી આમ ઝુકેલી નજરોથી વાર ના કર !! 😉😘🌹

Prem Gujarati Shayari

જેને આપણા અંતરમાં સ્થાન આપ્યું હોય, એનાથી ક્યારેય કોઈ અંતર ના રાખવું !! 😍🥰

બહુ જ સુંદર હોય છે એ પ્રેમ, જેની શરૂઆત દોસ્તીથી થાય છે !! 🥰😘

એટલો બધો પણ પ્રેમ ના કરીશ મને, કે તું સાથે ના હોય ત્યારે તને ભૂલવામાં પણ તકલીફ પડે !! 😇👩‍❤️‍💋‍👨👩‍❤️‍💋‍👨

ઉંમર ચાહે ગમે તેટલી કેમ ના હોય, સાંભળ્યું છે કે દિલ પર ક્યારેય કરચલી નથી પડતી !! ☺️🥰

મને તો બસ પ્રેમ લખતા આવડે છે, પ્રેમ કરતા તું શીખવાડી દેજે !! 💐🌻🥰

પ્રેમ તો પ્રેમ છે, પછી અધુરો શું અને પૂરો શું !! ❤️💙

પ્રેમ એ નથી કે માત્ર પામીને જ કરી શકાય, ક્યારેક ક્યારેક કોઈને મનથી ચાહીને પણ પ્રેમ કરી શકાય !! 😇🥰

પ્રેમ એટલે બે દિલ એક આત્મા, અને બંને એકબીજા માટે પરમાત્મા !! 🤗❤️

જે હાર્ટમાં હોય એ જ હર્ટ કરે, બાકી બીજાથી શું ફરક પડે !! 🥰

તું કોઈ એક માટે કેમ મરે છે, એકવાર બહાર તો જો તારા માટે પણ હજારો આમ જ મરે છે !! 👩‍❤️‍💋‍👨💐🥰

તારી મોહબ્બતે મને એવી નિખારી છે, અરીસો પણ કહે છે કે તને મારી જરૂર શું છે !! 🌹🤗🥰

પ્રેમ એટલે કોઈપણ અપેક્ષા વગરનું સમર્પણ, નહીં કે અનેક આશાઓ સાથેનું બંધન !! 🥰🤗😘

એટલી હિંમત નથી કે હવે કોઈને દિલની વાત કહી શકું, બસ જેના માટે લખું છું એ સમજી જાય તો ઘણું છે !! 👩‍❤️‍💋‍👨💕

❤️આંખ તો એક ભાષા સમજે છે પ્રેમની મળે તો છલકે ને ન મળે તો ૫ણ છલકે❤️

😍એક વાત કહુ ”રમકડુ છું હું તારા હાથનું” નારાજ તુ જાય છે ને તુટી હું જાઉ છું😋

😋બસ તારા નામની રેખા હાથોમાં માંગુ છુ, હું કયાં નસીબથી કંઇ ખાસ માંગુ છું😍

💕દીકુ મારો શ્વાસ ૫ણ તારા શ્વાસમાં ભળી જાય છે. જયારે તારા હોઠ મારા હોઠોને ચુંમી જાય છે.💕

😎મારાથી ‘નફરત’ જ કરવી હોય તો ઇરાદો મજબુત રાખજો કારણ કે જરા ૫ણ ચુક થશે ને તો પ્રેમ થઇ જશે.😎

Sad Quotes In Gujarati

ગિટાર અને બંદુક બંને ચલાવતા આવડે છે, નક્કી તમારે કરવાનું છે કે કઈ ધૂન પર નાચશો !! 😎✌️

જીવવું જ હોય તો એવી રીતે જીવો કે, બાપને પણ એવું લાગે કે મેં એક સિંહને પાળ્યો છે !! 😅

શબ્દોથી જ રાજ કરું છું લોકોના દિલો પર, હું એ બાદશાહ છું જે લશ્કર નથી રાખતો !! ✌️😁

જંગલમાં સાવજ તો ઘણા હોય સાહેબ, પણ રાજ કરવાનાં સિંહાસન બધા પાસે ન હોય !! ✌️

અમે કહીએને એમ કરાય, અમે કરીએ એમ ન કરાય વ્હાલા !! 😄

કોઈના હાડકા તોડવા હોય તો એક સેકન્ડ પણ નથી વિચારતો, પણ કોઈનો ભરોસો તોડતા મારો જીવ કદી ચાલતો નથી !! 😅✌️

જો માથે બરફ અને મુખમાં બરફી, તો આખી દુનિયા તમારાં તરફી !! 😎✌️

ત્યાં દુઆ પણ કામના કરે અને દવા પણ કામના કરે, જ્યાં વટ પણ મારો અને વહીવટ પણ મારો !!✌️😎

મારો આજ અંદાજ લોકોને ગમે છે કે, આટલી ઠોકરો ખાવા છતા પણ આ કેમ જીવે છે !! 😎😁

ઓળખાણ આપવાની ક્યાંય જરૂર જ નથી પડી સાહેબ, દોસ્ત દિલથી અને દુશ્મન વટથી ઓળખી જ લે છે !! 😁😁

માનું છું કે મારામાં બાદશાહ જેવી કંઈ વાત નથી, પણ મારા જેવું બનવાની બાદશાહની પણ ઔકાત નથી !! ✌️

જેણે જે કેહવું જોય એ કહી દેજો અમારું કંઈ નથી જવાનું, આતો સમય-સમયની વાત છે, અને એ બધાનો આવે છે !! 😎✌️

હુકમનો હું એક્કો હતો સમય હતો મારો પોતાનો, બાજી પણ મારી હતી ને મારો હતો જમાનો !! 😎✌️

કોઈ અમારાં જેવું મળે તો અમને પણ કહેજો, અમે પોતે આવીશું એમને સલામ કરવા માટે !! 😁✌️

અમુક વસ્તુ રૂપિયાથી નથી મળતી, અને મને એજ વસ્તુનો શોખ છે !! 😎

Bewafa Gujarati Shayari

હા હું એ જ માણસ છું, જેની હવે કોઈ ઈચ્છા બાકી નથી રહી !! 😎

કોઈએ પૂછ્યું કોના માટે લખો છો, મેં કહ્યું જે સમજે એના માટે !! 😄😎

લોકો લાખોમાં એક હોય છે, પણ હું તો કરોડોમાં એક છું !! 😉

બસ હવે તો મારો ઠાકર કરે ઈ ઠીક, બાકી બીજા કોઈની મને નથી બીક !! ✌️

અહીંયા કોઈ કોઈના માટે નથી મરતું, આવવાવાળાને Hii ને જવાવાળાને Bye !! 😄✌️

કમજોર સમજવાની ભૂલ ના કરવી વ્હાલા, બસ બને ત્યાં સુધી પ્રેમથી પતાવવામાં માનીએ છીએ !! ✌️😎

લોકો શું વિચારે છે મારા વિશે, એનાથી મને કોઈ ફર્ક જ નથી પડતો !! 😄

નસીબના તુફાનથી મારું કંઇ જ નથી બગડવાનું, કેમ કે હું કિસ્મત પર નહીં પણ ખુદ પર ભરોસો કરું છું !! ✌️😎

એકલો જીવી લઈશ હું તમારા વગર, ઘડી બે ઘડી રહીને મારી આદત ખરાબ ના કરો !! ✌️😅

મજાક મજાકમાં થોડું જવા દઈએ છીએ, બાકી અમને પણ બધું આવડે છે !! ✌️😎

અમારો સમય આવવા દયો સાહેબ, અમે એના પર રાજ કરીશું, જેને લોકો દુનિયા કહે છે !! 😎

ઔકાત નથી આંખોથી આંખો મિલાવાની, અને વાત કરે છે અમારું નામ મીટાવાની !! 😅

જીતવું મારી જીદ નથી, મારી આદત છે !! 😅🤗😎

કાળજામાં હાક હોવી જોઈએ સાહેબ, બાકી મુછો વાળાને પણ પીઠ બતાવીને ભાગતા જોયા છે !! 😁

અમે કોણ છીએ શું કરીએ છીએ અને શું કરી શકશું, આ બધું જ તમને સમય આવશે ત્યારે ખબર પડશે !! 😎✌️

Dosti Gujarati Shayari

ચોકલેટની મીઠાશ જીભ પર એક મિનીટ માટે રહે છે, પણ સારા મિત્રની મીઠાશ તો હ્રદયમાં જિંદગીભર રહે છે !! 🌷😊🌷

દોસ્તીમાં માત્ર દિલગીરી જોવાય છે, અમીરી-ગરીબી તો દુનિયાદારીમાં જોવાય છે !!

સાહેબ ખાલી રેશનકાર્ડ જ જુદા છે, બાકી અમે તો સગા ભાઈ જ છીએ !! 🌸 Friend Forever 🌷

જયારે બધા તમારી મૂર્ખતા પર હસતાં હોય, ત્યારે તમારું દર્દ અને સત્ય સમજે એ સાચો મિત્ર !!

લોકો કદાચ પ્રેમ વગર રહી શકે છે, પણ તેઓ મિત્રો વગર નથી રહી શકતા !!

સાચા દોસ્તોની મહેફિલ જામે છે જ્યારે, બાકી બધી મહેફીલો ટૂંકી પડે હો ત્યારે !!

તું જો બાકાત હો મુજથી તો એકલો હું શૂન્ય થઇ જાઉં, ને તું જો પીઠબળ હો તો હું એકલો જ સૈન્ય થઇ જાઉં !!

મિત્ર થી ભૂલ થાય તો માફ કરો, કારણ કે જીભ કચડાય તો દાંતને ના તોડાય !!

યાદ રાખો મિત્રો એક સારો મિત્ર, તમારાં ખરાબ સમયને પણ સારો બનાવી શકે છે !!

સમય સાથે ભલે બધું બદલાઈ ગયું હોય, પણ દોસ્ત હરામી હતા અને હરામી જ છે !!

મિત્રતા હંમેશા કર્ણ જેવી રાખજો, પછી ભલે અધમ માટે ખપાઈ જવું પડે !!

મિત્રો તો વાયડા જ હોવા જોઈએ, બાકી કો-ઓપરેટીવ તો બેંક પણ છે !!

દુનિયાની બધી ખુશીઓ એક તરફ, અને દોસ્તો સાથે ફરવા જવાની ખુશી એક તરફ !!

મિત્રતા એ સંબંધ નથી, દુનિયા છે અમારી !!

મિત્ર હોય એ કડવા જ હોય, ને બહુ મીઠા હોય એ ભડવા હોય !!

જો ભાઈ તું જલ્દી ગર્લફ્રેંડ શોધી લે, હવે મારે ભાભી જોઈએ છે !!

જો તાજમહેલ પ્રેમનું પ્રતિક છે, તો અડધી ચા દોસ્તીનું પ્રતિક છે !!

સાબિતી અને ખુલાસા, એ દોસ્તીનું કેન્સર છે !!

એ દોસ્ત તારી બરાબરી હું શું કરવાનો, જયારે કોઈ જ ન હતું ત્યારે બસ એક તું જ હતો !!

કેમ દુઃખમાં જ યાદ આવે છે ? હે મિત્ર, તું પણ કોઈ ખુદા તો નથીને !!

Papa Gujarati Shayari

કવિ કવિતાની નીચે પોતાનું નામ લખે છે,
ચિત્રકાર પોતાના કલાકૃતિ ની નીચે પોતાનું નામ લખે છે,
પણ ભગવાન જેવો મહાન કલાકાર નથી,
જે માનવી ને સર્જે છે પણ માનવી ની નીચે પોતાનું નામ નથી લખતો,
પણ માં તો ભગવાન થી પણ મહાન છે જે બાળક ને જન્મો આપે છે પણ નામ પિતાનું આપે છે .

😇ખોટા રસ્તે આવેલો રૂપિયો માણસને રિચ નહીં નીચ બનાવે છે💯

🌹સમય જ છે ને સાહેબ ધીરજ રાખો બદલાઈ જશે🙃

🌺સફળ વ્યક્તિની ચમકથી જ લોકોને મતલબ હોય છે તેણે કેટલા અંધારા જોયા છે તે કોઈ નથી જોતું🌴

😀સારા હોય છે એ ખરાબ લોકો, જે સારા હોવાનો દેખાવ નથી કરતા🌼

😀તમે જો તમારા માતા પિતાના જ ના થઇ શકો તો આ દુનિયામાં તમે બીજા કોઈના ના થઇ શકો 👌

ક્યારેક તો ભૂલા પડેલા રસ્તે પાછા ફરો, તમારા વગર અહી ઘણા પંખીના માળા ચિત્રાય ગયા છે !!

માણસ ઘર બદલે છે, સબંધ બદલે છે, દોસ્ત બદલે છે, તો પણ પરેશાન રહે છે કારણકે એ પોતાને નથી બદલતો !!

કોઈ સારી વ્યક્તિથી કંઈ ભૂલ થાય તો સહન કરી લેજો કારણકે, મોતી જો કચરામાં પડી જાય તોપણ એ કિમતી જ રહે છે !!

ક્યાં અને કેવો વળાંક આવશે કોને ખબર, હજી તો રસ્તાઓ સાથે ઓળખાણ ચાલે છે.

ઉપયોગ કરવા વાળા તો તમને ઓળખતા જ હશે સાહેબ, પણ તમારી ચિંતા કરવા વાળાને તો તમારે જ શોધવા પડશે.

કહેવાય છે કે શોધતા તો ભગવાન પણ મળે, કોઈ મને કહેશો કે માણસાઈને ક્યા શોધવી મારે ?

Maa Gujarati Shayari

“સવાર સવાર માં કોઈ ને યાદ આવે ના કહી ને કર્યો છે ઘાયલ છતાં ફરી-યાદ આવે દિલ પર કાર્ય છે કેટલા સિતમ એમને છતાં મલમ ને લાગવા આવે.. 👪 “

કોઈની સંગતથી તમારા વિચાર શુદ્ધ થવા લાગે, તો સમજી જવું કે તે વ્યક્તિ સાધારણ નથી.

પીપળાના પાનથી શરુ થતી જિંદગી તુલસીના પાન પર અટકે, આ બંને વચ્ચેના સમયમાં જિંદગી કેટ કેટલું ભટકે.

ક્યાંક અઢળક પણ ઓછું પડે, અને ક્યાંક એક સ્મિત પણ અઢળક થઈ પડે !!

તલાશી લઇ લો ખેડૂતની, ખિસ્સામાં ભીના રૂમાલ સિવાય કંઈ મળે તો આ જિંદગી તમારી !!

આજના માણસને ના કાયદો પસંદ છે, ના વાયદો પસંદ છે, બસ માત્ર ને માત્ર ફાયદો પસંદ છે !!

જીવનમાં સાચું બોલવાવાળા લોકો, કોઈને સારા જ નથી લાગતાં !!

તમારા માં સંચાલનની આવડત જોઈએ સાહેબ, બાકી ભણેલા તોં ભાડે મળે છે !!

ખુશી જોઈતી હોય તો મકાનો પર નહીં, માણસો પર ખર્ચો કરો !!

બીજા પર Depend રહેવા કરતાં, પોતાની મહેનતથી આગળ વધો !!

નાના પથ્થરોનું ધ્યાન રાખજો, ઠોકર ક્યારેય પર્વતની નથી લાગતી !!

વીતેલી હોય પોતાનાપર તો જ શબ્દો સમજાય છે, બાકી તો બધા ને સુવિચાર જ દેખાય છે !!

જાય એટલું જવા દો રહે એમાં જ રાજ કરો, ક્યાં સાથે લઈ જાવું છે વ્હાલા, જીવો અને જલસા કરો !!

Good Morning Gujarati Shayari

પોતાની જાત પર વિશ્વાસ રાખો સાહેબ, એક દિવસ એવો પણ આવશે જયારે ઘડિયાળ બીજાની હશે અને સમય આપણો હશે !! 🌹શુભ સવાર🌻

ગુંચવાય જો સંબંધ કદી મારા થકી, તો તમે પણ ઉકેલવામાં સાથ આપજો, કેમ કે સંબંધનો એક છેડો તમારા દુનિયાની સૌથી મોટી દવા છે જવાબદારી, એક વાર પીય લ્યો એટલે આખી જિંદગી થાક નો લાગે !! 🌸શુભ સવાર 🌸

એક મિત્ર કર્ણ જેવો પણ રાખવો જોઈએ, જે તમારી ભૂલ હોવા છતાં પણ મહાભારત લડે !! 🌹શુભ સવાર🌹

નાની એવી જિંદગી છે, કોને કોને ખુશ રાખવા સાહેબ, જો દીવો પ્રગટાવીએ છીએ તો, અંધકાર ખોટું માની જાય છે !! 🌹શુભ સવાર🌹

જીવનમાં સંપતિ ઓછી મળશે તો ચાલશે સાહેબ, બસ સંબંધ એવા મેળવો કે કોઈ એની કિંમત પણ ના કરી શકે !! 🌹શુભ સવાર 🌻

ચિંતા એ જ વ્યક્તિની કરવી ગમે, જેને પોતાનાથી વધુ આપણી કદર હોય !! 🌹 શુભ સવાર 🌹

નમતી ડાળને કારણ વિના વાઢી નાખી, પછી છાંયડાની ખોજમાં જિંદગી કાઢી નાખી !! 🌹શુભ સવાર 🌸

ખાલી ઈચ્છા રાખવાથી ફળ નહીં મળે, કર્મની ડાળીને હલાવવી પડશે !! 🌹શુભ સવાર🌻

ભાગ્યમાં હશે તો કોઈ લુંટી નહીં શકે, ભાગ્ય વગરનું કોઈ ભોગવી નહીં શકે !! 🌅શુભ સવાર🌹

પરિસ્થિતિ માણસને ઉંમરથી પહેલા, સમજદાર બનાવી દે છે !! 🌹શુભ સવાર🌻

પહેલી બેંચ પર બેસનાર ત્યાં સુધી જ હોંશિયાર છે, જ્યાં સુધી છેલ્લી બેંચવાળો હરીફાઈમાં નથી ઉતરતો !! 🌸શુભ સવાર🥰

સમય જેને સાથ આપે છે, એ ભલભલાને માત આપે છે !! 🌻શુભ સવાર 🌅

જે લોકો મનમાં ઉતરે છે એમને સંભાળીને રાખો, જે લોકો મનમાંથી ઉતરે છે એનાથી સંભાળીને રહો !! 🌅શુભ સવાર🌻

સુંદર ચહેરો એ ભગવાને આપેલી ભેટ છે, પરંતુ સુંદર હૃદય હોવું એ ભગવાનના આશીર્વાદ છે !! 🌻શુભ સવાર💐

હાજરી હંમેશા એવી આપો, કે તમારી ગેરહાજરીની નોંધ લેવાય !! 🌻શુભ સવાર🌹

જીવનમાં સુખી થવા માટે, ગમતું કામ કરો અથવા કામને ગમતું કરો !! 🌅શુભ સવાર 🌻

આગળ વધવાવાળા બીજાને ક્યારેય અટકાવતા નથી, અને બીજાને અટકાવવાવાળા ક્યારેય આગળ વધતા નથી !! 🌹શુભ સવાર🌸

જીવનમાં એક મિત્ર તો એવો હોવો જ જોઈએ, જેને દિલ ખોલીને બધી વાત કરી શકાય !! 🌹શુભ સવાર💐

દિવસની તમારી પ્રથમ નિષ્ફળતા ત્યારે શરૂ થાય છે, જ્યારે તમે પાંચ મિનિટ વધુ ઊંઘવાનુ નક્કી કરો છો !! 🌻શુભ સવાર🌻

તમારી ડાયરીમાં અમુક સરનામાં એવાય હોવા જોઈએ, જ્યાં ટપાલ કોરી મોકલો તો પણ એ બધું સમજી જાય !! 💐શુભ સવાર🌸

Good Night Gujarati Shayari

ઘરનું ફળિયું અને માણસનું મન ચોખ્ખા જ હોવાં જોઈએ, તો જ કોઈકને આવવાનું અને બે ઘડી ઠહેરવાનું મન થાય !! 🎑શુભ રાત્રી 🌃

જિંદગી પણ એક રાત જેવી છે, જે મળી જાય એ પોતાનું અને જે ના મળે એ બસ એક સપનું !! 💐શુભ રાત્રી🎑

કિનારા ઉપર ગબડી ગબડીને જેમ પથ્થરો સુવાળા બને છે, એમ કાર્ય અને વાણીથી લોકો શ્રેષ્ઠ બને છે !! 🌃શુભ રાત્ર🎑

સપ્તરંગની બનેલી આ દુનિયામાં ઈશ્વરે કોઈનાં પણ જીવનમાં સાતેય રંગ નથી પૂર્યા, દરેકના જીવનમાં કોઈ એક રંગ તો ખૂટે જ છે !! 🌸શુભ રાત્રી🌅

સાવ સાદા વિચારો સાથે લઈને ચાલો દોસ્ત, દુનિયા આપોઆપ તમને અનોખા સમજશે !! 🎑શુભ રાત્રી🌻

છેતરીને ક્યાં જશો સાહેબ, લોકો છેતરાય જશે ઉપરવાળો નહીં !! 🌅શુભ રાત્રી🌸

કોઈને #Prove કરવા નહીં, ખુદને #Improve કરવા મહેનત કરો !! 🌹શુભ રાત્રી🥀

ખોટા માણસો સાથે કરેલી દલીલો કરતા, સાચા માણસો સાથે કરેલું એડજસ્ટમેન્ટ વધારે યોગ્ય છે !! 🎑શુભ રાત્રી🥀

ભૂલ કરવી એ ખોટું નથી સાહેબ, ભૂલમાંથી કંઈ શીખવું નહીં એ ખોટું છે !! 🌹શુભ રાત્રી🌃

કોઈનો સારો અને સરળ સ્વભાવ એની કમજોરી નથી હોતી સાહેબ, પણ એ એને મળેલા સંસ્કાર હોય છે !! 🌹શુભ રાત્રી🎑

કોઈનો હાથ પકડવો ખુબ સહેલો છે સાહેબ, કોઈનો હાથ હંમેશા માટે પકડી રાખવો ખુબ અઘરો છે !! 🎑શુભ રાત્રી🌃

દિલથી દુવાકરો તો માંગેલું બધું જ મળી જાય છે, વાણી અને વર્તનમાં જો મીઠાશ હોય તો દુશ્મનો પણ નમી જાય !! 🌸શુભ રાત્રી🌹

માન એમને આપવું જે એને લાયક હોય, એમને નહીં જે એની માંગણી કરતા હોય !! 🌸શુભ રાત્રી🎑

જે સપના ખરેખર સાચા થવાના જ હોય છે, તે કદી આપણને શાંતીથી સુવા નથી દેતા !! 🌹શુભ રાત્રી🎑

ખાલી નોટો ના રંગ બદલવાથી જ ઘણા લોકોના જીવ નીકળી ગયા, તો જયારે ઔલાદ રંગ બદલે ત્યારે એ માં-બાપ ઉપર શું વીતતી હશે !! 🎑શુભ રાત્રી🌹

એક સફળ વ્યક્તિ પાછળ, ઘણાં બધા અસફળ વર્ષો હોય છે !! 🎑શુભ રાત્રી🌸

તમે કરીતી સૂક્કી સૂક્કી મિલન કેરી વાતો, અમે વિતાવી ભીની ભીની ઝાકળવરણી રાતો !! 🎑શુભ રાત્રી🌹

શું કરવું કે ના કરવું એ તમારા હાથની વાત છે, બાકી કોઈના હાથની કઠપૂતળી ક્યારેય ના બનતા !! 🌹શુભ રાત્રી🌃

તમે તમારું ભવિષ્ય બદલી શકતા નથી પરંતુ આદત બદલો તો, નક્કી છે કે તમારી આદત તમારું ભવિષ્ય બદલી નાખશે !! 🌹શુભ રાત્રી🎑

કાંટા ભલેને હતા મારગમાં પગલાં માત્ર ફૂલો પર જ પડ્યા, દયા હતી પ્રભુની મુજ પર કે તમારા જેવા મિત્ર મળ્યા !! 🌸શુભ રાત્રી💐

Gujarati shayari SMS

બોયફ્રેન્ડને સૌથી વધુ પ્રોબ્લેમ, આપણા બેસ્ટ ફ્રેન્ડથી હોય છે !!😂😜

તને ખબર ના હોય તો સાંભળી લે, તું બહુ મોટી ચાંપલી છે !! 😂😜

મારી નાની નાની વાતમાં મો ફુલાવી લે છો તું, ગયા જન્મમાં ગુબ્બારો હતી કે શું !! 😜

મારે કોઈને બ્લોક કરવાની જરૂર જ નથી, હું તો બસ ઇગ્નોર કરીને જ જીવ લઇ લઉં છું !! 😂😂

ઘરમાં શાક અને હોટેલમાં સબ્જી બોલવાવાળા, મારા ગુજરાતી ભાઈઓને કોઈ ના પહોચી શકે !! 😜😜

બગડેલો છું, એક સુધારવા વાળી જોઈએ છે !! 😛

આમેય ગુજરાતી લોકો તો ચાર ભાષાના જાણકાર ને, બોલે ગુજરાતી, ફિલ્મ જુએ હિન્દી, ખાય પંજાબી અને પીવે અંગ્રેજી !! 😜

કાલનો સમજાવું છું હું રાહુલને, કે વિકાસ એ કપાસનો ભાઈ નથી !! 😜

રાતે 12 વાગે #PM બદલાઈ જશે, કારણ કે રાતે 12 વાગે #AM થઇ જશે !! 😂😂

પતિનું નામ ભલે શંકર હોય, પણ તાંડવ તો હંમેશા પત્ની જ કરે છે !! 😜

ગુજરાતી શાયરી લખેલી (gujarati shayari text)

બીજું બધું તો ઠીક પણ કોઈ મને એ સમજાવો, આ Hmm પછી છોકરીને રીપ્લાઈ શું કરવાનો !! 😂😜

કદાચ હું યાદ ના કરું તો તમે કરી લેજો, બાકી એ યાદ ના કરે તો હું શું કામ કરું એ શબ્દો જ સબંધો બગાડે છે !! 😛😜

માણસ પારખવાની કોઈ App હોય તો મોકલજો, ઘણા દિવસથી શોધું છું !! 😁

ક્યાં અને કેવો વળાંક આવશે કોને ખબર, હજી તો રસ્તાઓ સાથે ઓળખાણ ચાલે છે.

ઉપયોગ કરવા વાળા તો તમને ઓળખતા જ હશે સાહેબ, પણ તમારી ચિંતા કરવા વાળાને તો તમારે જ શોધવા પડશે.

કહેવાય છે કે શોધતા તો ભગવાન પણ મળે, કોઈ મને કહેશો કે માણસાઈને ક્યા શોધવી મારે ?

કોઈની સંગતથી તમારા વિચાર શુદ્ધ થવા લાગે, તો સમજી જવું કે તે વ્યક્તિ સાધારણ નથી.

પીપળાના પાનથી શરુ થતી જિંદગી તુલસીના પાન પર અટકે, આ બંને વચ્ચેના સમયમાં જિંદગી કેટ કેટલું ભટકે.

ક્યાંક અઢળક પણ ઓછું પડે, અને ક્યાંક એક સ્મિત પણ અઢળક થઈ પડે !!

તલાશી લઇ લો ખેડૂતની, ખિસ્સામાં ભીના રૂમાલ સિવાય કંઈ મળે તો આ જિંદગી તમારી !!

આજના માણસને ના કાયદો પસંદ છે, ના વાયદો પસંદ છે, બસ માત્ર ને માત્ર ફાયદો પસંદ છે !!

જીવનમાં સાચું બોલવાવાળા લોકો, કોઈને સારા જ નથી લાગતાં !!

તમારા માં સંચાલનની આવડત જોઈએ સાહેબ, બાકી ભણેલા તોં ભાડે મળે છે !!

ખુશી જોઈતી હોય તો મકાનો પર નહીં, માણસો પર ખર્ચો કરો !!

બીજા પર Depend રહેવા કરતાં, પોતાની મહેનતથી આગળ વધો !!

નાના પથ્થરોનું ધ્યાન રાખજો, ઠોકર ક્યારેય પર્વતની નથી લાગતી !!

વીતેલી હોય પોતાનાપર તો જ શબ્દો સમજાય છે, બાકી તો બધા ને સુવિચાર જ દેખાય છે !!

જાય એટલું જવા દો રહે એમાં જ રાજ કરો, ક્યાં સાથે લઈ જાવું છે વ્હાલા, જીવો અને જલસા કરો !!

Previous article200+ Good Morning Gujarati Shayari , Gujarati Shayri No Khajano
Next article205+ Best Papa Gujarati Shayari Collection 2022

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here